ઘણું બધું બદલાઈ ગયું છે આ દસ વર્ષોમાં !
મારી સમજણ ને સાન આવી 2004માં, વિચારો ને વાચા ફૂટી 'તી... લાગણીઓ ને વ્યક્ત કરવા માટે નો એક નવો માર્ગ જાણે શોધી લીધો'તો મેં!
અને પછી તો રફ નોટના પાછલા પાનાઓ પર મારી અભિવ્યક્તી એ એવું ઘોડાપુર આણ્યું.... કે જાણે 'જેલમમાં તણાયું કાશ્મીર'!
અને પછી અચાનક યાદ આવ્યું કે માત્ર શબ્દો ક્યારેય સમોસાની અને વિચારો ક્યારેય વડાપાઉંની ગરજના સારે! એટલે મારામાં ઉભરતા એ વિચારનું મેં સંકલન કરી એને બર્નોલીના સમીકરણ, બેન્ઝીનચક્, ચાક્ગતી, લાપ્લાસ.....તરફ વાળી લીધા.પછી ક્યારેય એ કલાપીની કવિતા કે મુનશીજી ની નવલકથા વિષે વિચાર્યું જ નહિ.
પરંતુ હવે મારો મારા થી દુર રહેવાનો સમય પૂરો થયો હોય એવું લાગે છે......
શરુ કરી મેં શબ્દોની સફર ફરીથી,
અહી કોઈ અંત નથી.
લલકારી છે મેં જીંદગીને ફરીથી,
છતાંય આ કોઈ જંગ નથી !
ફેર માત્ર એટલોજ છે કે હવે મારા એ વિચારોને અભિવ્યક્ત નોટના પાછલા પાનાંની બદલે http://niyantabhatt.blogspot.in/ પર કરીશ.
શ્રદ્ધા અને શ્રાધ , વિકાસ અને વિવાદ, પ્રેમ અને પૂજા જેવા વિષયો સાથે મળતા રહીશું.
નિયંતા ભટ્ટ
તારીખ: 16-09-2014
સમય : 4.08
No comments:
Post a Comment