એક CM ( સામાન્ય માણસ )ની PM (નરેન્દ્ર મોદીજી ) ને જન્મદિને શુભેચ્છા..........!!!
ગદ્ય અને પદ્યની ગૂંચવડમાં ફસાયા કરતાં..... બસ મારી લાગણીઓ અને અસ્ત-વ્યસ્ત સંસ્મરણોને (2001 થી આજ ઘડી સુધી બનેલી ઘટનાઓ) ગોઠવ્યા છે !!
પરંપરા ને પાર જઈ કર્યું રાષ્ટ્રદેવનું પૂજન.
વ્યક્તિ તણાએ વિચારને શત-શત વંદન!
પહેલ કરી એક સાવ અનોખી
પ્રકૃતિ ની પીડા જેણે દેખી!
ને એવી તો સિદ્ધિ હજારો
તોય સદા એ વિનમ્ર વિવેકી!
સ્વદેશાર્થે કર્યુ સર્વસ્વ સમર્પિત, વિતરાગી મુનિ જે,
મહામાનવ એ થયા વિશ્વ પ્રસિધ્ધ, હદય જીતી ને !
હર મા ચાહે સપૂત આપ શો!
રક્ષે જે ગુર્જરનો ભવ્ય વારસો,
અણનમ અચલ અજોડ યોધ્ધા,
ધરે શત્રુ સામે સ્વાંગ સાવજ શો !
કંટક માર્ગ હતો છતાએ,સદા સત્ય સાપેક્ષે ચાલ્યા,
સુરાજ્યને સુશાસન કાજ,બની પાર્થ કૌરવ સંહાર્યા!
આપ છો એ અનન્ય વિભૂતિ
શબ્દો છે ઓછા, અને અનેક સ્મૃતિ!
જન્મદિનની ખૂબ-ખૂબ
શુભેચ્છા,
રચો સ્વર્ણિમ ભારત એવી મહેચ્છા!
આપના પગલા પડે જે દિશાએ
બ્રહ્માણ્ડ માં
ધ્યેય સુધી એ તરફ રસ્તા વળે.. એજ શુભકામના.
નિયંતા ભટ્ટ
તારીખ: 17-09--2014
બહુ સરસ !
ReplyDelete